Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

પુષ્ટિમાર્ગ નિત્ય નિયમ પાઠ

નિત્યનિયમ સ્તોત્ર પાઠ તેમજ કવચ ભાવાર્થ સાથે

૩૫ પાઠ · નિત્ય સ્મરણ
શ્રીજીનાં દર્શન
0%
પાઠ

આ નેન ભરીને નિરખો સજની

આ નૈન ભરીને નિરખો સજની,

અહીં વ્રજરાજ બિરાજે છે...ટેક

શ્રીવલ્લભ પ્રભુજીના દર્શન કરતાં,

આ આનંદ ઉરમા ઉપજે છે...આ નેન

આ વારંવારે દર્શન કરતાં,

ભય ભવના સઘળાં ભાગે છે...આ નૈન

આ પ્રાણપતિ પુષ્ટિસૃષ્ટિના,

તારકને ઉદ્ધારક છે...આ નેન

આ પુષ્ટિમાર્ગમાં પ્રકાશ કરતાં,

રસની રેલો ચલાવે છે...આ નેન

આ માળા તિલકની રક્ષા કરીને,

ધર્મ ધજા ફરકાવે છે...આ નેન

આ તન મન ધનથી શરણે લઈને,

તનનાં તાપ સમાવે છે...આ નેન

આ દાસ “દયા'ની વિનંતી સુણીને,

મન માન્યા સુખ આપે છે...આ નેન