પાઠ
શ્રીવૃંદાવનના ચંદ્ર શ્રીવિઠ્ઠલનાથજી
શ્રીવૃંદાવનના ચંદ્ર શ્રીવિઠ્ઠલનાથજી,
રાસ વિલાસ ત્યાં કીધો અપરંપાર જો...૧
શ્રીયમુનાજીને તીરે કદમના ઝાડ છે,
ઝુમી રહ્યા જલ ઉપર વરસે ફૂલ જો...૨
શ્રીયમુનાજીમાં કમલ ફૂલ્યાં છે અતિ ઘણા,
ફૂલ્યા ઘણાં પણ ભ્રમર કરે ગુંજાર જો...૩
ત્યાં સુંદર પંછી મોર હંસ બેઠાં ઘણાં,
અહર્નિશ ધરતાં પ્રભુજી કેરા ધ્યાન જો...૪
શ્રીવિઠ્ઠલનાથજીના સ્વરૂપની શોભા શું કહું,
દાસ કહે અમને દેજો શ્રીવ્રજમાં વાસ જો...પ
