Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

પુષ્ટિમાર્ગ નિત્ય નિયમ પાઠ

નિત્યનિયમ સ્તોત્ર પાઠ તેમજ કવચ ભાવાર્થ સાથે

૩૫ પાઠ · નિત્ય સ્મરણ
શ્રીજીનાં દર્શન
0%
પાઠ

મારા વ્હાલા રે ગિરિરાજ

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું...ટેક

ફરતી પરિક્રમા કરું રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

ગવરી તે ગાયના દૂધ ચડાવું (૨)

સામગ્રીના થાળ ધરાવું રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

જલ રે જમનાજીની ઝારી ભરાવું (૨)

બિડલે બાસઠ પાન રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

ધોળા ધોળા ધોતિયા ને કેસરી ઉપરણાં (૨)

નિત્ય નવા સાજ સજાવું રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

મન મારું ચોરસિયો ને તન મારું સુખડ (૨)

કેસર ચંદન ચડાવું રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

મોર મુંગટ ને કાનમાં કુંડળ (૨)

ગળે ગુંજાની માળા રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

બાયે બાજુબંધ કેડે કંદોરો (૨)

પાયે ઝાંઝરનો ઝણકાર રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

ખંભે છે કામળી ને હાથમાં લાકડી (૨)

ગૌધેન ચરાવવાને જાય રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

ટચલી આંગળીએ વ્હાલે ગોવર્ધન ઉઠાવ્યો (૨)

ઈન્દ્રનો ગર્વ ઉતાર્યો રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

આલાલીલા વાંસની વાંસળી મઢાવું (૨)

રાધાના મનડા મોહ્યા રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

તમને તો આવડી રાધા રૂપાળી (૨)

કુબજામાં શું મોહ્યા રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

જે કોઈ ગાશે ને જે કોઈ સાંભળશે (૨)

તેનો તે વૃજમાં હોજો રે વાસ ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.

ફરતી પરિક્રમા કરું રે ગિરિરાજ,

મારા વ્હાલા રે ગિરિરાજ તમને શિશ નમાવું.