Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

પુષ્ટિમાર્ગ નિત્ય નિયમ પાઠ

નિત્યનિયમ સ્તોત્ર પાઠ તેમજ કવચ ભાવાર્થ સાથે

૩૫ પાઠ · નિત્ય સ્મરણ
શ્રીજીનાં દર્શન
0%
પાઠ

જય જય શ્રીયમુના મા (આરતી)

જય જય શ્રીયમુના મા, જય જય શ્રીયમુના (૨)

જોતાં જનમ સુધાર્યો (૨), ધન્ય ધન્ય શ્રીયમુના,

...જય જય ૧

શામલડી સુરત, મા મૂરત માધુરી (૨)

પ્રેમ સહિત પટરાણી (૨), પરાક્રમે પૂરાં,

...જય જય ૨

ગહેવર વન ચાલ્યા, મા ગંભીરે ઘેર્યા (૨)

ચુંદડીએ ચટકાળાં (૨), પહેર્યા ને લહેર્યા,

...જય જય ૩

ભુજ કંકણ રૂડાં, મા ગુજરીયા ચૂડી (૨)

બાજુબંધ ને બેરખા (૨), પહોંચી રત્ન જડી,

...જય જય ૪

ઝાંઝરને ઝમકે, મા વિછીયાને ઠમકે (૨)

નેપૂરને નાદે મા (૨), ઘુઘરીને ઘમકે,

...જય જય ૫

સોળે શણગાર સજયા, મા નકવેસર મોતી (૨)

આભરણમાં ઓપો છો (૨), દર્પણ મુખ જોતાં,

...જય જય ૬

તટ અંતર રૂડાં, મા શોભિત જળ ભરીયાં (૨)

મનવાંછિત મુરલીધર (૨), સુંદર વર વરિયાં,

...જય જય ૭

લાલ કમળ લપટ્યા, મા જોવાને ગ્યાતા (૨)

કહે “માધવ' પરિક્રમા (૨), વ્રજની કરવાને ગ્યાતા,

...જય જય ૮

શ્રીયમુનાજીની આરતી, મા વિશ્રામ ઘાટે થાય (૨)

તેત્રીસ કરોડ દેવતા (૨), મા દર્શન કરવા જાય,

ત્યાં પુષ્પની વૃષ્ટિ થાય...જય જય ૯

શ્રીયમુનાજીની આરતી મા જે કોઈ ગાશે,

મા જે ભાવે ગાશે, તેના જનમ જનમના સંકટ સર્વે દૂર થાશે,

તેનો વ્રજમાં વાસ થાશે...જય જય ૧૦