શ્રીસુદર્શન કવચમ્
॥ श्री सुदर्शन स्वरूप ॥
॥ क्लीं कृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय नमः ॥
વૈષ્ણવાનાં હિ રક્ષાર્થં શ્રીવલ્લભનિરૂપિતઃ ।
સુદર્શન મહામન્ત્રો વૈષ્ણવાનાં હિતાવહઃ ॥૧॥
વૈષ્ણવોની રક્ષા માટે શ્રીવલ્લભાચાર્યજીએ પ્રગટ
કરેલો ‘સુદર્શન કવચ’ નામનો મહામંત્ર વૈષ્ણવોનો
પરમ હિતકારી છે.
મંત્રા મધ્યે નિરૂપ્યન્તે ચક્રાકારં ચ લિખ્યતે |
ઉત્તરા ગર્ભ રક્ષા ચ પરીક્ષિત હિતે રતઃ ॥૨॥
જેમ (અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રથી)
ઉત્તરાના ગર્ભની રક્ષા થઇ હતી અને પરીક્ષિતનું હિત
(ભલું) થયું હતું તેમ તે મંત્રોને વચમાં નિરૂપણ કરવા
અને ચક્રાકારે લખવા. (જેથી વૈષ્ણવની દરેક વ્યાધિનો
નાશ થાય છે.)
બ્રહ્માસ્ત્ર વારણં ચૈવ ભક્તાનાં ભયભંજનઃ ।
વધં ચ દુષ્ટ દૈત્યાનાં ખંડં ખંડં ચ કારયેત્ ॥૩॥
જેમ (પરીક્ષિત પર ફેકેલા બ્રહ્માસ્ત્રથી ભગવાને)
બ્રહ્માસ્ત્રથી (પરીક્ષિતનું) વારણ કર્યું (રક્ષણ કર્યું) તેમ
(આ કવચથી પણ ભગવાન) ભક્તોના ભયનો નાશ
કરે છે. દુષ્ટ દૈત્યોનો વધ કરીને તેમના (દૈત્યોના) ટુકડે
ટુકડા કરી નાખે છે. (ભગવાન ભક્તોના સાંસારિક
ક્લેશ અને ઉપાધિ જેવા દૈત્યોનો નાશ કરી નાખે છે.)
વૈષ્ણવાનાં હિતાર્થાય ચક્ર ધારયતે હરિઃ ।
પીતાંબરો પરબ્રહ્મ વનમાલી ગદાધરઃ ॥૪॥
પીતાંબર ધારણ કરનાર, પરબ્રહ્મ, વનમાળા
ધારણ કરનાર અને ગદા રાખનાર હરિ વૈષ્ણવોના
હિત માટે ચક્ર ધારણ કરે છે.
કોટિ કંદર્પલાવણ્યો ગોપિકા પ્રાણવલ્લભઃ ।
શ્રીવલ્લભઃ કૃપાનાથો ગિરિધરઃ શત્રુમર્દનઃ ॥૫॥
એ પ્રભુ કેવા છે ? તે કરોડો કામદેવો જેવા સુંદર,
ગોપીજનોના પ્રાણ પ્રિય, શ્રીવલ્લભના કૃપાનાથ,
ગોવર્ધન ધારણ કરી ઈન્દ્ર ગર્વનો નાશ કરનારા છે
અને શત્રુનો નાશ કરવાવાળા છે.
દાવાગ્નિદર્પહર્તા ચ ગોપીનાં ભયનાશનઃ ।
ગોપાલો ગોપકન્યાભિઃ સમાવૃત્તોઽધિતિષ્ઠતે ॥૬॥
દાવાગ્નિના અભિમાનને હરનારા (ગોપ-
બાલકોને દાવાગ્નિથી બચાવનારા છે.) અને
ગોપીઓના ભયનો નાશ કરનાર, ગોપાલ (ઈન્દ્રિયોના
સ્વામી અને ગાયોનું પાલન કરનાર) ગોપકન્યાઓથી
વીંટળાઈને ઉભેલા છે.
વ્રજમંડલપ્રકાશી ચ કાલિન્દી વિરહાનલઃ ।
સ્વરૂપાનંદદાનાર્થ તાપનોત્તાર ભાવનઃ ॥૭॥
હે પ્રભુ ! આપ વ્રજમંડલને પ્રકાશ આપવાવાળા
છે અને શ્રીકાલિન્દીજી (શ્રીયમુનાજી)ના વિરહ-
અગ્નિરૂપ છે. (ગોપીઓને) સ્વરૂપાનંદનું દાન આપતાં
પહેલાં વિરહતાપ કરાવી પછી પ્રગટ થનારા છે.
નિકુંજ વિહાર દાવાગ્ને દેહિ મે નિજદર્શનમ્ ।
ગો ગોપિકા શ્રુતાકીર્ણો વેણુવાદન તત્પરઃ ॥૮॥
ગાયો અને ગોપીઓના શ્રવણથી ભરેલા, વેણુ
વગાડવા (સદા) તત્પર, નિકુંજમાં વિહાર કરવાવાળા,
દાવાનળ-અગ્નિનું પાન કરી જનાર, હે ભગવાન !
મને આપનાં દર્શન આપો.
કામરૂપી કલાવાંશ્ચ કામિનીકામદોપ્રભુઃ ।
મન્મથો મથુરાનાથો માધવો મકરધ્વજઃ ॥૯॥
હે પ્રભુ ! આપ કામરૂપ, સર્વ કલાઓના નિધિ,
કામિનીઓને કામનું દાન કરનારા, વિભુ હોઈ સર્વ-
સત્તાધિશ, કામદેવ, મથુરાનગરીના સ્વામી, લક્ષ્મી-
પતિ અને જેમની ધજામાં મગરના ચિહ્નવાળા છે.
શ્રીધરઃ શ્રીકરશ્ચૈવ શ્રીનિવાસઃ સતાં ગતિઃ ।
મુક્તિદો ભુક્તિદો વિષ્ણુર્ભૂધરો ભૂતભાવનઃ ॥૧૦॥
હે પ્રભુ ! આપ દિવ્ય સંપત્તિને ધારણ કરનારા,
જેના હાથ લક્ષ્મીરૂપ છે એવા, લક્ષ્મીના નિવાસ-
સ્થાનરૂપ, સત્પુરુષોના ગતિરૂપ, (પરલોકમાં) મુક્તિ
આપનારા, (આલોકમાં) ભોગ-વિલાસ દેનારા, વિષ્ણુ
(વ્યાપક) પૃથ્વીને ધારણ કરનાર (શેષનાગરૂપ) અને
સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનારા છે.
સર્વ દુઃખહરો વીરો દુષ્ટ દાનવ નાશકઃ ।
શ્રીનૃસિંહો મહાવિષ્ણુઃ શ્રીનિવાસઃ સતાં ગતિઃ ॥૧૧॥
હે પ્રભુ ! આપ સર્વના દુઃખનો નાશ કરવાવાળા,
વીર, દુષ્ટદાનવોના નાશ કરવાવાળા, શ્રીનરસિંહ,
મહાવિષ્ણુ, લક્ષ્મીના નિવાસ ધામ સત્ પુરુષોના
આશ્રયરૂપ છો.
ચિદાનન્દમયો નિત્યઃ પૂર્ણબ્રહ્મ સનાતનઃ ।
કોટિભાનુપ્રકાશી ચ કોટિલીલા પ્રકાશવાન્ ॥૧૨॥
હે પ્રભુ ! આપ સત્ -ચિત્ આનંદમય, નિત્ય પૂર્ણ-
બ્રહ્મ, સનાતન (આદિ અનાદિ-બ્રહ્માંડના સર્જનથી પણ
પહેલાના) કરોડો સૂર્યના પ્રકાશ જેવા પ્રકાશવાળા અને
કરોડો લીલાઓના પ્રગટ કરવાવાળા પ્રભુ આપ છો.
ભક્તપ્રિયઃ પદ્મનેત્રો ભક્તાનાં વાંછિતપ્રદઃ ।
હૃદિકૃષ્ણો મુખેકૃષ્ણો નેત્રે કૃષ્ણશ્ચ કર્ણયોઃ ॥૧૩॥
ભક્તોના વહાલા, કમળ સમાન નેત્રોવાળા,
ભક્તોની ઇચ્છા પૂર્ણ કરવાવાળા હે શ્રીકૃષ્ણ ! આપ
(ધ્યાન માટે) હૃદયમાં, (જપ માટે) મુખમાં, (દર્શન
માટે) નેત્રોમાં અને (શ્રીકૃષ્ણઃ શરણં મમ-ધ્વનિ
સાંભળવા માટે) કાનમાં નિવાસ કરો.
ભક્તિપ્રિયશ્ચ શ્રીકૃષ્ણઃ સર્વ કૃષ્ણમયં જગત્ ।
કાલં મૃત્યું યમં દૂતં ભૂતં પ્રેતં ચ પૂર્યતે ॥૧૪॥
ભક્તિ જેને પ્રિય છે તેવા, આખું જગત કૃષ્ણમય
છે. કાલ મૃત્યુ, યમ, યમદૂત, ભૂતપ્રેત સર્વ જેનામાં
રહેલા છે એવા શ્રીકૃષ્ણ આપ પ્રભુ છે અને આપ
પોષણ કરો છો.
ૐ નમો ભગવતે મહાપ્રતાપાય મહાવિભૂતિપતયે
વજ દેહ-વજકાય-વજતુંડ-વજનખ-વજમુખ-વજ-
બાહુ-વજનેત્ર-વજદંત-વજકરકમઠભૂમાત્મકરાય.
મહાપ્રતાપી, મહાન વિભૂતિના પતિ- વ્રજ સમાન
દેહવાળા (મત્સ્યાવતાર), વ્રજ સમાન કાયાવાળા,
(કૂર્માવતાર-કાચબો), વજ સમાન મુખવાળા
(વરાહ અવતાર), વજ સમાન નખવાળા (નરસિંહ
અવતાર), વજ સમાન મુખવાળા (બધું મુખમાં
સમાવી દેનારા વામનરૂપ), વજ જેવા હાથવાળા
(પરશુરામ અવતાર), વજ જેવાં નેત્રોવાળા (શ્રી
રામાવતાર), વજ સમાન દાંતવાળા (કાલાવતાર કે
વિરાટરૂપ) વજ સમાન પીઠવાળા, કાચબા રૂપે મેરુ
પર્વતને ધારણ કરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણને
નમસ્કાર હો.
શ્રીમકરપિંગલાક્ષા-ઉગ્રપ્રલય કાલાગ્નિ-
રૌદ્રવીર-ભદ્રાવતાર પૂર્ણ બ્રહ્મ-પરમાત્માને ઋષિ
-મુનિવન્દ્ય-શિવાસ્ત્રા-બ્રહ્માસ્ત્રા-વૈષ્ણવાસ્ત્રા-
નારાયણાસ્ત્રા-કાલશક્તિ-કાલદંડ-કાલપાશ-
અઘોરાસ્ત્ર-નિવારણાય. પાશુ-પતાસ્ત્ર-મૃડાસ્ત્ર-
સર્વશક્તિ પરાસ્ત કરાય.
મત્સ્ય જેવાં પીળાં નેત્રવાળા, ઉગ્ર પ્રલય વખતે
કાલાગ્નિનું રૂપ લેનારા, ભયંકર રૌદ્રરૂપ ધારણ
કરવાવાળા વીર, અને (પ્રલય પછી) શાંત ભદ્ર અવતાર
લેનારા, પૂર્ણબ્રહ્મ પરમાત્માને, ઋષિ-મુનિઓને
વંદન કરવા લાયક, શંકર ભગવાનનું ત્રિશુલ,
બ્રહ્માનું બ્રહ્માસ્ત્ર, વિષ્ણુ ભગવાનનું વૈષ્ણવાસ્ત્ર,
નારાયણાસ્ત્ર, કાળશક્તિ, કાલદંડ, કાળપાશ
(યમરાજાની ફાંસી), અઘોરાસ્ત્રનું નિવારણ
કરવાવાળા, પાશુપતાસ્ત્ર (શંકર ભગવાનનું)
મૃડાસ્ત્ર અને સર્વ પ્રકારની શક્તિઓનો પરાજય
કરવાવાળા પ્રભુને નમસ્કાર.
પર વિદ્યા નિવારણાય અતિ દીપ્તાય અથર્વવેદ
ઋગ્વેદ-સામવેદ-યજુર્વેદ સિદ્ધકરાય નિરાહારાય
પર વિદ્યાને (મારણ, મોહન, ઉચ્ચાટન, આદિ
અધર્મ સિદ્ધિ કરનારી વિદ્યાને) દૂર કરવાવાળા અતિ
પ્રકાશિત અથર્વવેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદને
સિદ્ધ કરવાવાળા નિરાહાર પ્રભુને નમસ્કાર.
વાયુવેગ-મનોવેગ શ્રીબાલકૃષ્ણ પ્રતિષ્ઠાનન્દકર
સ્થલજલાગ્નિ ગમને ભયં ભેદિ ભેદિ !
વાયુ સમાન વેગવાળા, મનની ગતિ સમાન
વેગવાળા, હે બાલકૃષ્ણની (ભક્તિની) પ્રતિષ્ઠામાં
આનંદ કરનારા પ્રભુ, જળમાં, સ્થળમાં, અગ્નિમાં
(અમારી) ગતિ વખતે (ઉત્પન્ન થતા) અમારા
ભયને દૂર કરો. (ભેદી નાખો, ભેદી નાખો.)
સર્વશત્રૂન્ છેદિ છેદિ, મમવૈરિણઃખાદયોત્ખાદય
સંજીવન દુઃખપર્વતાનુચ્ચાટયોચ્ચાટય, ડાકિની-
શાકિની વિધ્વંસ કરાય મહાપ્રતાપાય નિજલીલા-
પ્રદર્શકાય !
સર્વ શત્રુઓનું છેદન કરો, હે મહાપ્રભુ મારા
વેરીઓનો નાશ કરો, હે સંજીવન પ્રભુ ! દુઃખના
પર્વતોને ઉખેડી નાંખો, ડાકણનો શાકણનો વિધ્વંસ
કરનાર મહાપ્રતાપી પોતાની લીલાઓનું દર્શન
કરાવનાર (પ્રભુને નમસ્કાર.)
નિષ્કલંકૃત્ નન્દકુમાર બટુક બ્રહ્મચારિ
નિકુંજસ્થ ભક્ત સ્નેહ કરાય દુષ્ટજન સ્તમ્ભનાય,
સર્વપાપગ્રહ કુમાર્ગ ગ્રહાન્ છેદય છેદય, ભિન્દિ
ભિન્દિ, ખાદય ખાદય, કંટકાન્ તાડય, મારય
મારય, શોષય શોષય જ્વાલય જ્વાલય
પોતાના ભક્તોને નિષ્કલંક કરનાર, 'હે નંદકુમાર !'
બટુક બ્રહ્મચારી(વામનરૂપ), નિકુંજમાં (વૃંદાવનમાં)
વિહાર કરનારા, ભક્તોના સ્નેહી, દુષ્ટ વિરોધી-
જનને સ્તંભન એટલે મૂઢ બનાવનાર આપને
નમસ્કાર. મારા સર્વ પાપીગ્રહોનું અને પાપગ્રહોનું
છેદન કરો, છેદન કરો, ભેદી નાખો, ભેદી નાખો,
ખાઈ જાઓ, ખાઈ જાઓ, કાંટારૂપ શત્રુઓ પર પ્રહાર
કરો, મારો, મારો, સૂકવી નાખો, સૂકવી નાખો,
સળગાવી મૂકો, સળગાવી મૂકો.
સંહારય સંહારય (દેવદત્ત) નાશય નાશય અતિ
શોષય શોષય મમ સર્વત્ર રક્ષ રક્ષ મહાપુરુષાય
સર્વદુઃખ વિનાશનાય ગ્રહમંડલ-ભૂતમંડલ-
પ્રેતમંડલ-પિશાચમંડલ-ઉચ્ચાટન ઉચ્ચાટનાય.
મારા વેરીઓનો સંહાર કરો, સંહાર કરો, નાશ
કરો, નાશ કરો, ખૂબ સૂકવી (શોષી) નાખો, સૂકવી
નાખો, મારી સર્વત્ર રક્ષા કરો, રક્ષા કરો, ગ્રહમંડળ,
ભૂતમંડળ, પ્રેતમંડળ, પિશાચમંડળ, ઉખેડી નાખો-
એવા મહાપુરુષ સર્વદુઃખોનો વિનાશ કરનાર, ઉખેડી
નાખનાર આપ પ્રભુને મારા નમસ્કાર.
અંતર્ભવાદિક જવર - માહેશ્વર જવર - વૈષ્ણવ
જ્વર - બ્રહ્મ જ્વર - વિષમ જ્વર - શીત જ્વર -
વાત જવર - કફ જવર - એકાહિક - દ્વયહિક -
ત્રયહિક - ચાતુર્થિક - અર્ધમાસિક - માસિક -
ષાણ્માસિક - સંવત્સાદિકાન્ ભ્રમિ ભ્રમિ છેદય
છેદય ભિન્દિ ભિન્દિ !
આંતરિક, માહેશ્વર, વૈષ્ણવ, બ્રહ્મ, વિષમ,
ટાઢિયો, વાત કફ, એકાંતરો, બેઆંતરો, તરિયો,
ચોથિયો, પાક્ષિક, માસિક, છમાસિક તાવોને અને
વાર્ષિક વગેરે અનેક પ્રકારના તાવોને મૂંઝવી નાખો,
મૂંઝવી નાખો (દૂર કરો), કાપી નાખો, કાપી નાખો,
ભેદી નાખો, ભેદી નાખો.
મહાબલપરાક્રમાય મહાવિપત્તિનિવારણાય ભક્તજન
કલ્પનાકલ્પદ્રુમાય દુષ્ટ જન મનોરથ સ્તંભનાય
મહાબલ અને પરાક્રમવાળા, મોટી વિપત્તિનું
નિવારણ કરવાવાળા, ભક્તજનોની કલ્પના કલ્પવૃક્ષ
(દેવલોકના વૃક્ષની જેમ જે વસ્તુની ઈચ્છા થાય તે
આપવાવાળા) સમાન દુષ્ટજનોના મનોરથોને રોકનાર
ક્લીં કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ
કૃષ્ણ, ગોવિંદ, ગોપીજનોના (પ્રિય) પ્રાણ
વલ્લભને નમસ્કાર.
પિશાચાન્ રાક્ષસાન્ ચૈવ હૃદિ રોગાંશ્ચ દારુણાન્ ।
ભૂચરાન્ ખેચરાન્ સર્વડાકિનીઃ શાકિની સ્તથા ॥૧૫॥
હે પ્રભુ આપ મારા વિરોધી - પિશાચ રાક્ષસ અને
હૃદયમાં રહેલા દારુણ રોગો, પૃથ્વી ઉપર ફરનારા
અને આકાશમાં ફરનારા ભૂતો અને સર્વ ડાકિણીઓ
તથા શાકિણીઓનો નાશ કરો.
નાટકં ચેટકં ચૈવ છલછિદ્રં ન દશ્યતે ।
અકાલે મરણં તસ્ય શોક દોષો ન લભ્યતે ॥૧૬॥
તથા નાટક, ચેટક, ખરાબ સ્વપ્નાં વગેરે ન જોઇ
શકાય, તે જ પ્રમાણે અકાલ મરણ શોક દોષ પ્રાપ્ત
ન થાય તેમ કરો.
સર્વવિઘ્નં ક્ષયં યાતિ રક્ષસ્વ ગોપિકાપ્રિય ।
ભયં દાવાગ્નિ ચોરાણાં વિગ્રહે રાજસંકટે ॥૧૭॥
મારા તમામ વિઘ્નો નાશ થાય એવું કરો અને
દાવાનળ, ચોર વગેરેના યુદ્ધમાં અને રાજસંકટમાં
ભય હોય ત્યારે હે ગોપીજનોના પ્રિય શ્રીકૃષ્ણ
ભગવાન ! મારું રક્ષણ કરો.
વ્યાલ વ્યાધ મહાશત્રુ વૈરીબંધો ન લભ્યતે ।
આધિ વ્યાધિ હરશ્ચૈવ ગ્રહપીડા વિનાશને ॥૧૮॥
સર્પ, વાઘ વગેરે ભયંકર પ્રાણીઓ તેમજ મહાશત્રુ
તરફથી વેરબંધન ન થાય એવું કરો તેમજ આધિ
(માનસિક ચિંતા), વ્યાધિ (શારીરિક પીડા) એ
ઉપાધિ (બહારથી આવી પડનારાં દુઃખ), અને
ગ્રહો તરફથી થનારી પીડા સર્વના આપ વિનાશ
કરનારા થાઓ.
સંગ્રામજયદસ્તમાદ્ ધ્યાયેદેવં સુદર્શનમ્ ।
સપ્તદશ ઇમે શ્લોકા યંત્રમધ્યે ચ લિખ્યતે ॥
સંગ્રામમાં વિજય આપવાવાળા છે. તેથી આ
સુદર્શન દેવનું ધ્યાન ધરવું. આ સત્તર શ્લોકો સુદર્શન
(ચક્રાકાર) યંત્રમધ્યમાં લખવામાં આવે છે. (આ
લખીને કવચ પોતાની પાસે રાખવાથી તમામ પ્રકારના
ભયથી મુક્તિ મળે છે.)
વૈષ્ણવાનામિદં યંત્રમન્યેભ્યશ્ચ ન દીયતે ।
વંશવૃદ્ધિર્ભવેત્તસ્ય શ્રોતા ચ ફલમાપ્નુયાત્ ॥
વૈષ્ણવોનું આ યંત્ર બીજાઓને ન આપવું. આના
સ્મરણ-પાઠથી વંશની વૃદ્ધિ થાય છે અને તે
સાંભળનારાને (પણ) ફળ પ્રાપ્ત થાય છે.
સુદર્શન મહામંત્રો લભતે જયમંગલમ્ ।
સર્વદુઃખહરશ્ચૈષઃ અંગશૂલ - અક્ષશૂલ - ઉદરશૂલ
- ગુદશૂલ - કટિશૂલ - કુક્ષિશૂલ - જાનુશૂલ -
જંઘાશૂલ - હસ્તશૂલ-પાદશૂલ - વાયુશૂલ - સ્તનશૂલ
- સર્વશૂલાન્ નિર્મૂલય દાનવ - દૈત્ય કામિની
વેતાલ - બ્રહ્મ રાક્ષસ - હલાહલ - અનન્ત વાસુકિ
- કર્કોટક - તક્ષક - કાલિય - સ્થલરોગ - જલરોગ
- નાગપાશ - કાલપાશ - વિષં નિર્વિષમ્ (કરોતિ)
આ સુદર્શન મહામંત્ર જયમંગલ મેળવી આપે છે,
અને અંગ (શરીર)ની, આંખની, પેટની, હરસની,
(મસા જે ગુદામાં થાય છે તેની), કમરની, કાખની,
ઢીચણની, સાથળની, હાથની, પગની, વાયુથી થતા
દર્દની, છાતીની (સ્તનની) વગેરે સર્વ પ્રકારની પીડાને
(દુખાવાને) નિર્મૂળ કરીને રાક્ષસ, દૈત્ય, કામણ-ટૂમણ
(મંત્ર-જંત્ર), વેતાલ, બ્રહ્મરાક્ષસ, હલાહલ, અનન્ત,
વાસુકિ, કર્કોટક, તક્ષક, કાલિયનાગ (એ પાંચે કુળના
નાગના) તથા સ્થળરોગ, જલરોગ, નાગપાશ, કાળ-
પાશ વગેરેના (વિષ) ઝેરને નિર્વિષ (નિર્મૂળ) કરે છે.
કૃષ્ણ ત્વામહં શરણાગતઃ ।
વૈષ્ણવાર્થ કૃતં યંત્રં શ્રીવલ્લભનિરૂપિતમ્ ॥
એવા હે શ્રીકૃષ્ણ ! હું આપને શરણે આવ્યો છું
(આવી છું) આ સુદર્શન કવચ (યંત્ર) વૈષ્ણવોના હિત
માટે શ્રીવલ્લભાચાર્યજીએ બનાવ્યું છે.
॥ ઇતિ શ્રીવલ્લભાચાર્ય કૃતં “સુદર્શન કવચ સાર્થ” સંપૂર્ણમ્ ॥
