ભજન
અમી ભરેલી નજરું રાખો
અમી ભરેલી નજરું રાખો, મેવાડના શ્રીનાથજી
દરશન આપો દુઃખડા કાપો, મેવાડના શ્રીનાથજી...અમી ભરેલી
ચરણ કમળમાં, શીશ નમાવું વંદન કરું શ્રીનાથજી
દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી...અમી ભરેલી
તારા ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજી
બની સુકાની પાર ઉતારો મેવાડના શ્રીનાથજી...અમી ભરેલી
હું દુઃખીયારો, તારે દ્વારે આવી ઉભો શ્રીનાથજી
આશિષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજી...અમી ભરેલી
ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી
મુજ આંગણમાં વાસ તમારો મેવાડના શ્રીનાથજી...અમી ભરેલી
