મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી,
યમુનાજી શ્રી મહાપ્રભુજી (૨)
મારુ મનડું છે ગોકુલ વનરાવન (૨)
મારા તનના આંગણીયામાં તુલસીના વન,
મારા પ્રાણ જીવન...હે મારા ઘટમાં
હે મારા આતમને આંગણે શ્રીમહાપ્રભુજી,
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી,
મારું તન મન ગયું જેને વારી રે વારી,
મારા શ્યામ મુરારી...હે મારા ઘટમાં
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા,
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વહાલા,
મે તો વલ્લભ પ્રભુજીના કીધાં રે દર્શન,
મારું મોહી લીધું મન...હે મારા ઘટમાં
હે આવો જીવનમાં લ્હાવો ફરી કદી ન મળે,
વારે વારે માનવ દેહ કદી ન મળે,
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે,
મને મોહન મળે...હે મારા ઘટમાં
હું તો નિત્ય શ્રી વિટ્ઠલવરની સેવા રે કરું,
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું,
મેં તો ચીતડું શ્રીનાથજીને ચરણે ધર્યું,
જીવન સફળ કર્યું...હે મારા ઘટમાં
મારા અંત સમય કેરી સુણો રે અરજી,
લેજો શરણમાં શ્રીજીબાવા દયા રે કરી,
મને તેડા રે યમ કેરા કદી ન આવે,
મારો નાથ તેડાવે...હે મારા ઘટમાં
શ્રીનાથજી બોલો શ્રીયમુનાજી બોલો (૪)
