Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

ભજન · Bhajans

ભક્તિ ભાવથી ગાઈએ · Sing with devotion

૧૩ ભજન
શ્રીજીનાં દર્શન
0%
ભજન

ઓ શ્રીનાથજી આવજો તમે

ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઇ રહ્યા ક્યારના અમે

અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબર ના પડે

આપ શરણ તો રુદિયા વિષે શ્રીમહાપ્રભુજી વિના ક્યાંથી દીસીએ

ચરણ શરણ તો આપનું ખરું જન્મ મરણનું દુઃખ તો ગયું

દાસ આપના જો હશે ખરા જન્મ મૃત્યુથી તે તરી જશે

દાસ ભાવથી સહુ તરી જશે દાસ આપના જો ખરા હશે

દાસ હોય તો કદી ન વિસરે ભય તજીને સર્વદા ફરે

દાસ વિઠ્ઠલેશ વિનંતી વદે ઓ શ્રીનાથજી આવજો તમે