Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

પુષ્ટિમાર્ગ નિત્ય નિયમ પાઠ

નિત્યનિયમ સ્તોત્ર પાઠ તેમજ કવચ ભાવાર્થ સાથે

૩૫ પાઠ · નિત્ય સ્મરણ
શ્રીજીનાં દર્શન
0%
પાઠ

રાત્રે સૂતિ વખતે બોલવાનું પદ

જય શ્રીવલ્લભ જય શ્રીવિઠ્ઠલ, જય યમુના શ્રીનાથજી,

કલિયુગના તો જીવ ઉદ્ધાર્યા, મસ્તક ધરિયા હાથ જી...૧

મોર મુગટને કાને કુંડલ, ઉર વૈજયંતિ માલા જી,

નાસિકા ગજ મોતી સોહે, એ છબી જોવા જઈએ જી...૨

આસપાસ ગૌધેનુ બિરાજે, ગ્વાલ મંડળી સાથે જી,

મુખ પર વ્હાલો વેણુ બજાવે, એ છબી જોવા જઈએ જી...૩

શ્રીગોકુલમાં વાસો વસિયે, સંત સમાગમ કરીએ જી,

નિત પ્રતિ રમણ રેતીમાં નહિએ, ગુલાબ છડી દર્શન કરીએ જી...૪

જે દર્શન બ્રહ્મા ને દુર્લભ, અપને ઉર ધરીએ જી,

‘કૃષ્ણદાસ’ પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત ધરીએ જી...૫

શ્રીવૃંદાવન ગોવર્ધન ધામ, રાધા માધવ સુંદર શ્યામ.

હરિદાસ હરિજન કો સેવક, દર્શન દીજો આઠો યામ જી...૬

શ્રીવલ્લભ વિઠ્ઠલ મુખથી કહીએ, તો ભવસાગર તરીએ જી,

અન્ય દેવ ઉપાસના તજીયે, તો વર વિઠ્ઠલ વરીએ જી...૭

‘માધવદાસ’ એટલુ માગે, શ્રીગોકુલમાં અવતરીયે જી,

ક્ષણ ક્ષણ પલ પલ સ્મરણ કીજીએ, ભગવદ નામ નિરંતર લીજે જી...૮

જય શ્રીગિરિધર જય શ્રીગોવિંદ, જય શ્રીબાલકૃષ્ણજી,

જય શ્રીગોકુલપતિ, જય શ્રીરઘુપતિ, જય શ્રીયદુપતિ શ્રીઘનશ્યામજી...૯

શ્રીગોકુલવારે નાથ, મેરી દોરી તુમ્હારે હાથ જી,

જય જમુના શ્રીગોવર્ધનનાથ, મહાપ્રભુ શ્રીવિઠ્ઠલનાથ...૧૦

જય જય શ્રીગોકુલેશ, ક્લેશ રહે નહિ લેશ,

શ્રીવલ્લભજુગ જુગ રાજ કરો, શ્રીવલ્લભ જુગજુગરાજ કરો...૧૧

શ્રીવલ્લભ વિઠ્ઠલ ગોપીનાથ, દેવકીનંદન શ્રી જદુનાથ,

શ્રી યશોદાનંદન નંદકિશોર, શ્રીમુરલીધર માખણચોર...૧૨

સૂરદાસ, કૃષ્ણદાસજી, પરમાનંદ કુંભનદાસજી,

ચતુર્ભુજ નંદદાસજી, છીતસ્વામી ગોવિંદદાસજી...૧૩

શ્રીવલ્લભદેવકી જય, પ્રાણ પ્યારે કી જય,

શ્રી ગોવર્ધનનાથકી જય, અપને અપને ગુરુદેવકી જય...૧૪

ચોરાશી વૈષ્ણવ કી જય, બસો બાવન ભગવદીયકી જય,

અષ્ટ સખા કી જય, દામોદર હરસાની કી જય...૧૫

સાતે સ્વરૂપ કી જય, શ્રી ગિરિરાજધરન કી જય,

શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય...૧૬

સમસ્ત શ્રીવલ્લભ કુળ પરિવારકી જય,

દેશી પરદેશી વૈષ્ણવ કી જય...૧૭

સમસ્ત વૈષ્ણવને જય શ્રીકૃષ્ણ