Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

પુષ્ટિમાર્ગ નિત્ય નિયમ પાઠ

નિત્યનિયમ સ્તોત્ર પાઠ તેમજ કવચ ભાવાર્થ સાથે

૩૫ પાઠ · નિત્ય સ્મરણ
શ્રીજીનાં દર્શન
0%
પાઠ

શ્રીનારાયણ કવચમ્

(શ્રીમદ્ ભાગવત સ્કંધ છઠ્ઠો - અધ્યાય ૮ મો)

રાજા ઉવાચ

યયા ગુપ્તઃ સહસ્રાક્ષઃ સવાહાન્ રિપુસૈનિકાન્ ।

ક્રીડન્નિવ વિનિર્જિત્ય ત્રિલોક્યાઃ બુભુજે શ્રિયમ્ ॥૧॥

ભગવંસ્તન્મમાખ્યાહિ વર્મ નારાયણાત્મકમ્ ।

યથાઽઽતતાયિનઃ શત્રૂન્ યેન ગુપ્તોઽજયન્મૃધે ॥૨॥

પરીક્ષિત રાજાએ કહ્યું : હે મહારાજ, વિદ્યાથી

રક્ષણ પામેલા ઈન્દ્ર દેવે રમત માત્રમાં સર્વસ્વનું

હરણ કરનારા શત્રુઓની ચતુરંગિણી સેનાને યુદ્ધમાં

જીતી લીધી અને ત્રૈલોક્યનું રાજ્ય ભોગવ્યું તે “નારાયણ

કવચ' રૂપ વિદ્યા મને કહો. સાથે એ પણ બતાવો કે

તેણે તેનાથી સુરક્ષિત થઈને રણભૂમિમાં કેવી રીતે

આક્રમણકારી શત્રુઓ ઉપર વિજય મેળવ્યો.

શ્રી શુક ઉવાચ

વૃતઃ પુરોહિતસ્ત્વાષ્ટ્રો મહેન્દ્રાયાનુપૃચ્છતે ।

નારાયણાખ્યં વર્માહ તદિહૈકમનાઃ શ્રુણુ ॥૩॥

શ્રીશુકદેવજીએ કહ્યું : પુરોહિત બનેલા વિશ્વરૂપે

પ્રશ્ન પૂછનાર ઈન્દ્ર દેવને જે નારાયણ કવચ કહેલું તે

હવે એકાગ્ર મનથી સાંભળો.

વિશ્વરૂપ ઉવાચ

ધૌતાંઘ્રિપાણિરાચમ્ય સપવિત્ર ઉદઙ્મુખઃ ।

કૃતસ્વાઙ્ગકરન્યાસો મન્ત્રાભ્યાં વાગ્યતઃ શુચિઃ ॥૪॥

નારાયણમયં વર્મ સન્નહ્યેદ્ ભય આગતે ।

પાદયોર્જાનુનોરૂર્વોરુદરે હૃદ્યથોરસિ ॥૫॥

મુખે શિરસ્યાનુપૂર્વ્યાદોઙ્કારાદીનિ વિન્યસેત્ ।

ૐ નમો નારાયણાયેતિ વિપર્યયમથાપિ વા ॥૬॥

વિશ્વરૂપે કહ્યું : હે દેવરાજ ઈન્દ્ર ! ભયનો પ્રસંગ

આવી પડે ત્યારે નારાયણ કવચ ધારણ કરી પોતાના

શરીરની રક્ષા કરી લેવી જોઈએ. એની વિધિ આ

પ્રમાણે છે કે પહેલાં હાથ પગ ધોઈ આચમન કરવું.

પછી હાથમાં કુશની પવિત્રી (વીટી) ધારણ કરી ઉત્તર

તરફ મુખ રાખી બેસી જવું. પછી કવચ ધારણ પર્યંત

બીજું કંઈ પણ ન બોલવાનો નિશ્ચય કરી પવિત્રતાથી

“ૐ નમો નારાયણાય” અને “ૐ નમો ભગવતે

વાસુદેવાય” આ મંત્રો દ્વારા હૃદયાદિ અંગ ન્યાસ તથા

અંગુષ્ઠાદિકર ન્યાસ કરવા. પહેલા “ૐ નમો

નારાયણાય” આ અષ્ટાક્ષર મંત્રના ૐ વગેરે આઠ

અક્ષરોના ક્રમશઃ બે પગ, બે ગોઠણ, બે સાથળ, પેટ,

હૃદય, વક્ષ: સ્થળ, મુખ અને મસ્તકમાં ન્યાસ કરવા.

અથવા પૂર્વોક્ત મંત્રના ય કારથી શરૂ કરી ૐ કાર

પર્યંત આઠ અક્ષરોના મસ્તકથી આરંભ કરી તે જ

આઠ અંગોમાં ઉલટા ક્રમથી ન્યાસ કરવા.

કરન્યાસં તતઃ કુર્યાદ્ દ્વાદશાક્ષરવિદ્યયા ।

પ્રણવાદિયકારાન્તમઙ્ગુલ્યઙ્ગુષ્ઠપર્વસુ ॥૭॥

પછી ૐ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર

મંત્રના ૐ કારથી સંપુટ કરેલા એક એક અક્ષરનો

આંગળીઓમાં અને અંગુઠાની અણીઓમાં ન્યાસ

કરવો. જમણા હાથની તર્જનીથી માંડી ડાબા હાથની

તર્જની સુધીની આઠ આંગળીઓમાં આઠ અક્ષરોનો

અને બે અંગુઠાના ઉપરના તથા નીચેના ચાર સાંધાઓમાં

બાકી રહેલા ચાર અક્ષરોનો ન્યાસ કરવો.

ન્યસેદ્ધૃદય ઓઙ્કારં વિકારમનુ મૂર્ધનિ ।

ષકારં તુ ભ્રુવોર્મધ્યે ણકારં શિખયા દિશેત્ ॥૮॥

વેકારં નેત્રયોર્યુઞ્જ્યાન્નકારં સર્વસન્ધિષુ ।

મકારમસ્ત્રમુદ્દિશ્ય મન્ત્રમૂર્તિર્ભવેદ્ બુધઃ ॥૯॥

સવિસર્ગ ફડન્તં તત્‌ સર્વદિક્ષુ વિનિર્દિશેત્‌ ।

ૐ વિષ્ણવે નમઃ ઇતિ ॥૧૦॥

પછી “ૐ વિષ્ણવે નમઃ” એ મંત્રના ૐ કારનો

હૃદયમાં વિ કારનો મસ્તકમાં, ષ કારનો ભ્રકુટીના

મધ્યમાં, ણ કારનો શિખામાં, વે કારનો બન્ને નેત્રમાં

અને ન કરનો સર્વ સાંધાઓમાં ન્યાસ કરવો, બાકી

રહેલ મ કારનો ૐ મઃ અસ્ત્રાય ફટ્ કરી દિગ્બંધ

જોડવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને

જાણવાવાળો પુરુષ મંત્ર સ્વરૂપ થઇ જાય છે.

આત્માનં પરમં ધ્યાયેદ્ ધ્યેયં ષટ્શક્તિભિર્યુતમ્ ।

વિદ્યાતેજસ્તપોમૂર્તિમિમં મન્ત્રમુદાહરેત્ ॥૧૧॥

ત્યાર પછી સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી,

જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઇષ્ટદેવ ભગવાનનું

ધ્યાન કરવું અને પોતાને પણ તદ્રૂપ જ સમજે. પછી

વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાઠ કરવો.

ૐ હરિર્વિદધ્યાન્મમ સર્વરક્ષાં

ન્યસ્તાંઘ્રિપદ્મઃ પતગેન્દ્રપૃષ્ઠે ।

દરારિચર્માસિગદેષુચાપ-

પાશાન્ દધાનોऽષ્ટગુણોऽષ્ટબાહુઃ ॥૧૨॥

ૐ ગરુડજીની પીઠ ઉપર ચરણ ધરીને રહેલા,

અણિમાદિ આઠ સિદ્ધિઓથી સેવિત, આઠ બાહુ-

વાળા શંખ-ચક્ર-ઢાલ-તલવાર-ગદા-બાણ-ધનુષ

અને પાશને ધારણ કરતાં હરિ ભગવાન મારી સર્વ

પ્રકારની રક્ષા કરજો.

જલેષુ માં રક્ષતુ મત્સ્યમૂર્તિ-

ર્યાદોગણેભ્યો વરુણસ્ય પાશાત્ ।

સ્થલેષુ માયાબટુવામનોऽવ્યાત્

ત્રિવિક્રમઃ ખેऽવતુ વિશ્વરૂપઃ ॥૧૩॥

જળમાં જળ-જંતુઓથી તથા વરૂણના પાશથી

મત્સ્યાવતાર રક્ષા કરજો. માયાથી બટુક બનેલા

વામનજી સ્થળમાં રક્ષા કરજો, સઘળું બ્રહ્માંડ જેના

રૂપમાં સમાયું છે તેવા ત્રિવિક્રમ આકાશમાં રક્ષા કરજો.

દુર્ગેષ્વટવ્યાજિમુખાદિષુ પ્રભુઃ

પાયાન્નૃસિંહોऽસુરયૂથપારિઃ ।

વિમુઞ્ચતો યસ્ય મહાટ્ટહાસં

દિશો વિનેદુર્ન્યપતંશ્ચ ગર્ભાઃ ॥૧૪॥

કિલ્લા, વન તથા રણભૂમિ વગેરે સંકટમાં સ્થળોમાં

મોટા દૈત્યોનાં સેના પતિઓના શત્રુ નૃસિંહ ભગવાન

રક્ષા કરજો. એ ભગવાન જ્યારે મોટા શબ્દથી ખડખડ

હસ્યા હતાં ત્યારે દિશાઓમાં ગર્જના ઉઠી હતી અને

દૈત્ય પત્નીઓના ગર્ભો પડી ગયા હતાં.

રક્ષત્વસૌ માऽધ્વનિ યજ્ઞકલ્પઃ

સ્વદંષ્ટ્રયોન્નીતધરો વરાહઃ ।

રામોऽદ્રિકૂટેષ્વથ વિપ્રવાસે

સલક્ષ્મણોऽવ્યાદ્ ભરતાગ્રજોऽસ્માન્ ॥૧૫॥

પોતાની દાઢ વડે પૃથ્વીને ધારણ કરનાર અને

યજ્ઞોરૂપી અવયવવાળા વરાહ ભગવાન માર્ગમાં

રક્ષા કરજો. પર્વતોના શિખરો ઉપર પરશુરામ અને

પ્રવાસમાં ભરતના મોટા ભાઈ રામચંદ્રજી લક્ષ્મણ

સહિત મારી રક્ષા કરજો.

મામુગ્રધર્માદખિલાત્ પ્રમાદા-

ન્નારાયણઃ પાતુ નરશ્ચ હાસાત્ ।

દત્તસ્ત્વયોગાદથ યોગનાથઃ

પાયાદ્ ગુણેશઃ કપિલઃ કર્મબન્ધાત્ ॥૧૬॥

મારણ-મોહન આદિ ભયંકર અભિચારો અને

ગફલતમાંથી નારાયણ રક્ષા કરજો. ગર્વથી નર ભગવાન,

યોગ ભ્રંશથી યોગેશ્વર દત્તાત્રેય અને ગુણોના સ્વામી

કપિલદેવજી કર્મનાં બંધનથી રક્ષા કરજો.

સનત્કુમારોऽવતુ કામદેવા-

દ્ધયશીર્ષા માં પથિ દેવહેલનાત્ ।

દેવર્ષિવર્યઃ પુરુષાર્ચનાન્તરાત્‌

કૂર્મો હરિર્માં નિરયાદશેષાત્ ॥૧૭॥

ભગવાન સનત્કુમારો કામદેવથી રક્ષા કરજો. અને

માર્ગમાં દેવોને નમસ્કાર ન કરવા રૂપી અપરાધથી

હયગ્રીવ ભગવાન રક્ષા કરજો. નારદજી સેવામાં થતા

અપરાધોથી રક્ષા કરજો. સર્વ પ્રકારના નરકથી

કચ્છપાવતાર ભગવાન મારી રક્ષા કરજો.

ધન્વન્તરિર્ભગવાન્‌ પાત્વપથ્યાદ્‌

દ્વન્દ્વાદ્ ભયાદૃષભો નિર્જિતાત્મા ।

યજ્ઞશ્ચ લોકાદવતાજ્જનાન્તાદ્

બલો ગણાત્ ક્રોધવશાદહીન્દ્રઃ ॥૧૮॥

કુપથ્યમાંથી ધન્વંતરિ રક્ષા કરજો. જિતેન્દ્રિય

ઋષભદેવજી સુખ દુઃખ શીત ઉષ્ણ આદિ ભયંકર

દ્વંદ્વોથી રક્ષા કરજો. લોકાપવાદથી યજ્ઞાવતાર રક્ષા

કરજો. મનુષ્યકૃત વિઘ્નોથી બળભદ્રજી રક્ષા કરજો.

ક્રોધવશ નામના સર્પોના ગણથી શેષનાગ રક્ષા કરજો.

દ્વૈપાયનો ભગવાનપ્રબોધાદ્

બુદ્ધસ્તુ પાષણ્ડગણાત્ પ્રમાદાત્ ।

કલ્કિઃ કલેઃ કાલમલાત્ પ્રયાતુ

ધર્માવનાયોરુકૃતાવતારઃ ॥૧૯॥

અજ્ઞાનથી વેદવ્યાસ ભગવાન, પાખંડીઓથી

અને પ્રમાદથી બુદ્ધાવતાર અને ધર્મ રક્ષાને માટે

મહાન અવતાર ધારણ કરવાવાળા ભગવાન કલ્કિ

પાપબહુલ કલિકાલના દોષોથી મારી રક્ષા કરજો.

માં કેશવો ગદયા પ્રાતરવ્યાદ્‌

ગોવિન્દ આસઙ્ગવમાત્તવેણુઃ ।

નારાયણઃ પ્રાહ્ણ ઉદાત્તશક્તિ-

ર્મધ્યન્દિને વિષ્ણુરરીન્દ્રપાણિઃ ॥૨૦॥

સવારમાં ગદાથી ભગવાન કેશવ, વેણુધારી ગોવિંદ

ભગવાન થોડો દિવસ ચઢી આવે ત્યારે, બરછી-ધારી

નારાયણ પૂર્વાહ્ણ કાળમાં અને ભગવાન વિષ્ણુ

ચક્રરાજ સુદર્શન લઈ મધ્યાહ્‌ન કાળમાં રક્ષા કરજો.

દેવોऽપરાહ્ણે મધુહોગ્રધન્વા

સાયં ત્રિધામાऽવતુ માધવો મામ્ ।

દોષે હૃષીકેશ ઉતાર્ધરાત્રે

નિશીથ એકોऽવતુ પદ્મનાભઃ ॥૨૧॥

ઉગ્ર ધનુષ્ય ધારી મધુસુદન ભગવાન ત્રીજા પહોરે

બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર એ ત્રણ મૂર્તિવાળા માધવ ભગવાન

સાયંકાળે, સૂર્યાસ્ત પછી હૃષીકેશ અને મધરાતે તથા

મધરાત પહેલાં એકલાં પદ્મનાભ ભગવાન રક્ષા કરજો.

શ્રીવત્સધામાપરરાત્ર ઈશઃ

પ્રત્યૂષ ઈશોऽસિધરો જનાર્દનઃ ।

દામોદરોऽવ્યાદનુસન્ધ્યં પ્રભાતે

વિશ્વેશ્વરો ભગવાન્ કાલમૂર્તિઃ ॥૨૨॥

શ્રી વત્સલાંછન શ્રી હરિ ભગવાન પાછલી રાતે.

ખડગધારી જનાર્દન ભગવાન ઉષાકાલ વખતે.

દામોદર ભગવાન સૂર્યોદય પહેલાં અને કાળમૂર્તિ

વિશ્વેશ્વર ભગવાન બધી સંધ્યાઓ વખતે રક્ષા કરજો.

ચક્રં યુગાન્તાનલતિગ્મનેમિ

ભ્રમત્ સમન્તાદ્ ભગવત્પ્રયુક્તમ્ ।

દન્દગ્ધિ દન્દગ્ધ્યરિસૈન્યમાશુ

કક્ષં યથા વાતસખો હુતાશઃ ॥૨૩॥

સુદર્શન આપનો આકાર ચક્ર (રથના પૈડા) જેવો

છે. આપની કિનારીનો ભાગ પ્રલયકાળના અગ્નિ જેવો

અત્યંત તીવ્ર છે. આપ ભગવાનની પ્રેરણાથી ચોતરફ

ઘુમ્યા કરો છો. જેવી રીતે આગ વાયુની સહાયથી સૂકા

ઘાસ ફૂસને બાળી નાંખે છે તેવી રીતે આપ અમારી

શત્રુ સેનાને ધડધડાટ બાળી નાખો, બાળી નાખો.

ગદેऽશનિસ્પર્શનવિસ્ફુલિઙ્ગે

નિષ્પિણ્ઢિ નિષ્પિણ્ઢ્યજિતપ્રિયાऽસિ ।

કૂષ્માણ્ડવૈનાયકયક્ષરક્ષો-

ભૂતગ્રહાંશ્ચૂર્ણય ચૂર્ણયારીન્ ॥૨૪॥

કૌમોદકી ગદા, આપમાંથી છૂટતી ચિનગારીનો

સ્પર્શ વજના જેવો અસહ્ય છે, ભગવાન અજિતની

પ્રિયા છો, હું એમનો દાસ છું. તેથી આપ કૂષ્માંડ,

વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત અને પ્રેતાદિ ગ્રહોને

સડસડાટ કચરી નાંખો, કચરી નાખો તથા મારા

શત્રુઓને ચૂર્ણ કરી નાખો.

ત્વં યાતુધાનપ્રમથપ્રેતમાતૃ-

પિશાચવિપ્રગ્રહઘોરદૃષ્ટીન્ ।

દરેન્દ્ર વિદ્રાવય કૃષ્ણપૂરિતો

ભીમસ્વનોऽરેર્‌હૃદયાનિ કમ્પયન્ ॥૨૫॥

શંખ શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણની ફૂંકથી

ભયંકર અવાજ કરી મારા શત્રુઓનાં દિલ ધ્રુજાવી

દો અને યાતુ ધાન પ્રમથ, પ્રેમ, માતૃકા, પિશાચ તથા

બ્રહ્મરાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી

ઝટપટ ભગાડી મૂકો.

ત્વં તિગ્મધારાસિવરારિસૈન્ય-

મીશપ્રયુક્તો મમ છિન્ધિ છિન્ધિ ।

ચક્ષૂંષિ ચર્મઞ્છતચન્દ્ર છાદય

દ્વિષામઘોનાં હર પાપચક્ષુષામ્ ॥૨૬॥

ભગવાનની પ્રિય તલવાર, આપની ધાર અત્યંત

તીક્ષ્ણ છે. આપ ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને

છિન્ન ભિન્ન કરી દો. ભગવાનની વહાલી ઢાલ,

આપમાં સેકડો ચંદ્રાકાર મંડલ છે. આપ પાપ

દૃષ્ટિવાળા પાપાત્મા શત્રુઓની આંખ બંધ કરી દો

અને એમને સદાને માટે અંધ બનાવી દો.

યન્નો ભયં ગ્રહેભ્યોऽભૂત્ કેતુભ્યો નૃભ્ય એવ ચ ।

સરીસૃપેભ્યો દંષ્ટ્રિભ્યો ભૂતેભ્યોંऽહોભ્ય એવ વા ॥૨૭॥

સર્વાણ્યેતાનિ ભગવન્નામરૂપાસ્ત્રકીર્તનાત્ ।

પ્રયાન્તુ સઙ્ક્ષયં સદ્યો યે નઃ શ્રેયઃપ્રતીપકાઃ ॥૨૮॥

સૂર્ય વગેરે ગ્રહ, ધૂમકેતુ વગેરે કેતુ, દુષ્ટ મનુષ્યો.

સર્પ વગેરે પેટે ચાલનારાં જંતુઓ, દાઢવાળાં હિંસક

પશુ, ભૂત-પ્રેત વગેરે તથા પાપી પ્રાણીઓથી અમને

જે જે ભય હોય અને જે જે અમારા મંગલના વિરોધી

હોય તે બધા ભગવાનના નામ, રૂપ અને આયુધના

કીર્તન કરવાથી તત્કાલ નાશ પામે.

ગરુડો ભગવાન્ સ્તોત્રસ્તોભશ્છન્દોમયઃ પ્રભુઃ ।

રક્ષત્વશેષકૃચ્છ્રેભ્યો વિષ્વક્સેનઃ સ્વનામભિઃ ॥૨૯॥

બૃહદ્રથન્તર આદિ સામવેદનાં સ્તોત્રોથી જેમની

સ્તુતિ કરવામાં આવે છે, તે વેદમૂર્તિ ભગવાન ગરુડ

અને વિષ્વક્સેનજી પોતાના નામોચ્ચારણના પ્રભાવથી

અમને બધા પ્રકારની વિપત્તિઓથી બચાવે.

સર્વાપદ્ભ્યો હરેર્‌નામરૂપયાનાયુધાનિ નઃ ।

બુદ્ધીન્દ્રિયમનઃપ્રાણાન્ પાન્તુ પાર્ષદભૂષણાઃ ॥૩૦॥

શ્રી હરિનાં નામ, રૂપ, વાહન, આયુધ અને શ્રેષ્ઠ

પાર્ષદ અમારી બુદ્ધિ, ઈન્દ્રિય, મન અને પ્રાણોને બધા

પ્રકારની આપત્તિઓથી ઉગારી લે.

યથા હિ ભગવાનેવ વસ્તુતઃ સદસચ્ચ યત્ ।

સત્યેનાનેન નઃ સર્વે યાન્તુ નાશમુપદ્રવાઃ ॥૩૧॥

સઘળું જગત ખરી રીતે ભગવાનનું જ સ્વરૂપ છે.

સત્યથી અમારા સઘળા ઉપદ્રવ નાશ પામો.

યથૈકાત્મ્યાનુભાવાનાં વિકલ્પરહિતઃ સ્વયમ્ ।

ભૂષણાયુધલિઙ્ગાખ્યા ધત્તે શક્તીઃ સ્વમાયયા ॥૩૨॥

અભેદ દૃષ્ટિવાળાઓને ભગવાન ભેદ રહિત છે

તો પણ એ પોતાની માયાથી ભૂષણ, આયુધ અને રૂપ

નામની શક્તિઓને ધારણ કરે છે એ વાત નિશ્ચિત

રૂપથી ખરી છે.

તેનૈવ સત્યમાનેન સર્વજ્ઞો ભગવાન્ હરિઃ ।

પાતુ સર્વૈઃ સ્વરૂપૈર્નઃ સદા સર્વત્ર સર્વગઃ ॥૩૩॥

તો એ સત્ય અનુસાર સર્વજ્ઞ સર્વ વ્યાપક ભગવાન

શ્રી હરિ સર્વ સ્વરૂપો વડે સર્વ કાળમાં અને સર્વ દેશમાં

અમારી રક્ષા કરો.

વિદિક્ષુ દિક્ષૂર્ધ્વમધઃ સમન્તા-

દન્તર્બહિર્ભગવાન્ નારસિંહઃ ।

પ્રહાપયઁલ્લોકભયં સ્વનેન

સ્વતેજસા ગ્રસ્તસમસ્તતેજાઃ ॥૩૪॥

જેના નામની ગર્જનાથી નૃસિંહ ભગવાન લોકોના

ભયને મટાડે છે અને જેના પ્રભાવથી પ્રહલાદજી

ઝેર વગેરે સર્વનાં સામર્થ્યને ગળી જાય છે. તેવા તે

દિશાઓમાં, ખૂણાઓમાં, ઊંચે, નીચે, અંદર, બહાર

અને ચારે બાજુએ અમારી રક્ષા કરો.

મઘવન્નિદમાખ્યાતં વર્મ નારાયણાત્મકમ્ ।

વિજેષ્યસ્યઞ્જસા યેન દંશિતોऽસુરયૂથપાન્ ॥૩૫॥

વિશ્વરૂપે કહ્યું : હે ઈન્દ્ર ! મેં તને આ “નારાયણ

કવચ' કહ્યું તે ધારણ (પાઠ) કરી લે. પછી તું મોટા

મોટા દૈત્યને વગર પરિશ્રમે જીતી શકીશ.

એતદ્ ધારયમાણસ્તુ યં યં પશ્યતિ ચક્ષુષા ।

પદા વા સંસ્પૃશેત્ સદ્યઃ સાધ્વસાત્ સ વિમુચ્યતે ॥૩૬॥

આ કવચને ધારણ કરનાર પુરુષ જેની પણ સામું

જુએ કે જેનો પગથી સ્પર્શ કરે, તે પણ સમસ્ત ભયથી

મુક્ત થઈ જાય છે.

ન કુતશ્ચિદ્ ભયં તસ્ય વિદ્યાં ધારયતો ભવેત્ ।

રાજદસ્યુગ્રહાદિભ્યો વ્યાઘ્રાદિભ્યશ્ચ કર્હિચિત્ ॥૩૭॥

આ વૈષ્ણવી વિદ્યા ધારણ કરનારા પુરુષને રાજા,

ચોર, ગ્રહ કે વાઘ આદિ હિંસક પશુઓથી કદી ભય

થતો નથી.

ઇમાં વિદ્યાં પુરા કશ્ચિત્ કૌશિકો ધારયન્ દ્વિજઃ ।

યોગધારણયા સ્વાઙ્ગં જહૌ સ મરુધન્વનિ ॥૩૮॥

પ્રાચીન કાળમાં આ વિદ્યાને ધારણ કરનાર કોઈ

કૌશિક ગૌત્રના બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરી

યોગ ધારણાથી નિર્જન દેશમાં (મારવાડમાં) પોતાનો

દેહ છોડેલો.

તસ્યોપરિ વિમાનેન, ગન્ધર્વપતિરેકદા ।

યયૌ ચિત્રરથઃ સ્ત્રીભિર્વૃતો, યત્ર દ્વિજક્ષયઃ ॥૩૯॥

ગગનાદ્‌વ્યપતત્ સદ્યઃ, સવિમાનો હ્યવાક્શિરાઃ ।

સ વાલખિલ્યવચના-, દસ્થીન્યાદાય વિસ્મિતઃ ।

પ્રાસ્ય પ્રાચીસરસ્વત્યાં, સ્નાત્વા ધામ સ્વમન્વગાત્‌ ॥૪૦॥

એક દિવસે પોતાની સ્ત્રીઓ સાથે ગંધર્વોનો

અધિપતિ ચિત્રરથ વિમાનમાં બેસીને આકાશમાં જતો

હતો. તે જયાં બ્રાહ્મણનો દેહ પડ્યો હતો ત્યાં ઉપર

આવતાં તુરંત વિમાન સહિત ઊંધે માથે પૃથ્વી ઉપર

પડ્યો. આ ઘટનાથી એના આશ્ચર્યની સીમા ન રહી.

જ્યારે વાલખિલ્ય મુનિઓએ એને સમજાવ્યું કે

આ “નારાયણ કવચ” ધારણ કરવાનો પ્રભાવ છે.

ત્યારે ચિત્રરથે એ બ્રાહ્મણના અસ્થિને ઉપાડી પ્રાચી-

સરસ્વતીમાં વહાવી દીધાં અને પછી એ સ્નાન કરી

પોતાના લોકમાં ગયો.

શ્રી શુક ઉવાચ

ય ઇદં શ્રુણુયાત્ કાલે, યો ધારયતિ ચાદૃતઃ ।

તં નમસ્યન્તિ ભૂતાનિ, મુચ્યતે સર્વતો ભયાત્ ॥૪૧॥

શ્રી શુકદેવજીએ કહ્યું : જે માણસ આ “નારાયણ

કવચ'ને યોગ્ય સમયમાં આદર સહિત સાંભળે કે

ધારણ કરે તેની સામે બધાં પ્રાણીઓ આદરથી નમી

પડે છે અને તે બધી જાતના ભયથી મુક્ત થઇ જાય છે.

એતાં વિદ્યામધિગતો, વિશ્વરૂપાચ્છતક્રતુઃ ।

ત્રૈલોક્યલક્ષ્મીં બુભુજે, વિનિર્જિત્ય મૃધેऽસુરાન્ ॥૪૨॥

હે પરીક્ષિત વિશ્વરૂપ પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી

ઈન્દ્રદેવે યુદ્ધમાં દૈત્યોને જીતી, ત્રૈલોક્યનું રાજ્ય ભોગવ્યું.

॥ ઇતિ શ્રી ભાગવતે મહાપુરાણે ષષ્ટસ્કંધે

“નારાયણ કવચ” નામો અષ્ટમો અધ્યાયઃ સમ્પૂર્ણઃ ॥