Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

પુષ્ટિમાર્ગ નિત્ય નિયમ પાઠ

નિત્યનિયમ સ્તોત્ર પાઠ તેમજ કવચ ભાવાર્થ સાથે

૩૫ પાઠ · નિત્ય સ્મરણ
શ્રીજીનાં દર્શન
0%
પાઠ

શ્રીદામોદરદાસ હરસાની અતિ હરખે

શ્રીદામોદરદાસ હરસાની અતિ હરખે ભર્યા...ટેક

ઉપર બેઠા જોતા હતા વાટ જો,

ભાઈ સર્વે ધન કાઢીને ઢગલા કર્યા,

તેહના સામુ જોયુ નહિ લગાર જો...શ્રી-૧

એટલામાં તો પ્રભુ પોતે પધારીયા,

નયણે નીરખ્યા પોતાના નીજ નાથ જો,

દોટ મેલીને દોડી પાસે આવીયા,

પડ્યા પાયને જોડયા છે બેઉ હાથ જો...શ્રી-૨

હાથ સાહિને પ્રભુ પોતે ઉઠાડીયા,

પૂછ્યું દમલા આવ્યો તેની વાર જો,

શીશ નમાવી સ્વામિ પ્રત્યે બોલીયા,

વાટ ક્યારની જોતો હતો મહારાજ જો...શ્રી-૩

ત્યાંથી સાથે તેડી પોતે પધારિયા,

આવ્યા શ્રી ગોકુલ માહે ગોવિંદ ઘાટ જો,

બ્રહ્મ સંબંધની આજ્ઞા પ્રભુ ત્યાં કરી,

વચન સુણ્યા પણ સમજ્યા નહિ તલભાર જો...શ્રી-૪

ત્યાંથી શ્રીગોવર્ધન ઉપર પધારિયા,

આવી પહોચ્યા છોકર છાયા હેઠ જો,

પછી પધારિયા શ્રીગોવર્ધન નાથજી,

હાથ થંભીને રાખ્યા વેગળા ત્યાંય જો...શ્રી-પ

ત્યારે શ્રીવલ્લભ ખીજીને બોલીયા,

દાસ પણું તે જાણીને અપરાધ જો,

ત્યારે શ્રી મુખથી શ્રીજી બોલીયા,

દાસ ધર્મ રાખ્યો માટે નહિ બાધ જો...શ્રી-૬

એક સમે શ્રીવલ્લભ પોતે બોલીયા,

પુષ્ટિમાર્ગ ચલાવ્યાનો પ્રકાર જો,

તે તો દમલા તારે સારુ જાણ જો,

રહેશે હૃદયમાં સદા કરીને વાસ જો...શ્રી-૭

એવી કૃપા જાણી શ્રીગુસાંઈજીએ,

પોતે કરાવ્યું પિતાનું ત્યાં શ્રાદ્ધ જો,

દક્ષિણા માગી ત્યારે તો પોતે કહ્યું

સિદ્ધાંત રહસ્યના દોઢ શ્લોકની વાત જો...શ્રી-૮

એવી કૃપા જાણી શ્રીવિટ્ઠલનાથજી,

બેસાડતા તે ગાદી અડચો હાથ જો,

ચરણામૃત તો પોતાનું આપે જ નહીં,

એવા મોટા જાણી વલ્લભના દાસ જો...શ્રી-૯

ત્યારે શ્રીવલ્લભ મુખેથી બોલીયા,

મુજમાં ને શ્રીગુસાંઈજીમાં નથી કાંઈ ભેદ જો,

માટે ચરણામૃત તો તું લેજે સદા,

શ્રીવલ્લભ વાણી કહીને જાણીને વેદ જો...શ્રી-૧૦

ત્યારે પોતે આવીને વિનંતી કરી,

મને કૃપા કરીને આપો શ્રી મહારાજ જો,

ત્યારે પોતે કૃપા કરીને આપીયા,

શ્રીવલ્લભદાસના સરીયા સઘળા કાજ જો...શ્રી-૧૧