Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

પુષ્ટિમાર્ગ નિત્ય નિયમ પાઠ

નિત્યનિયમ સ્તોત્ર પાઠ તેમજ કવચ ભાવાર્થ સાથે

૩૫ પાઠ · નિત્ય સ્મરણ
શ્રીજીનાં દર્શન
0%
પાઠ

શ્રીમહારાણીજીના પાન કરને તું

શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે,

એ છે અધમ ઉદ્ધારણ જાણી...શ્રીમહારાણીજીના

એમનું માહાત્મ્ય છે પદ્મ પુરાણે રે,

પૃથ્વી પર શ્રીવરાહજી વખાણે રે,

એતો વ્રજવાસી સુખ માણે...શ્રીમહારાણીજીના

સુંદર મથુરાજી નિકટ બિરાજે રે,

મંદ મંદ મહા ધુનિ ગાજે રે,

એમના દર્શનથી દુઃખ ભાજે...શ્રીમહારાણીજીના

વિશ્રામ ઘાટે તે આરતી થાય રે,

સામા પ્રભુજીના મુકુટ બિરાજે રે,

ચોબા હાથીની ગર્જનાએ આવે...શ્રીમહારાણીજીના

ત્યાં તો વૈષ્ણવની ભીડ ભરાય રે,

ત્યાં તો આરતી ધોળ ગવાય રે,

ત્યાં તો જય જય શબ્દ ઉચારે રે...શ્રીમહારાણીજીના

એમનાં સ્મરણથી સુખ થાય રે,

તેહના સ્મરણથી પ્રાયશ્ચિત દૂર પળાય રે,

જેમ સિંહ દેખી મૃગ નાસે...શ્રીમહારાણીજીના

જે કોઈ પયપાન શ્રીયમુનાના કરશે રે,

તેનો યમ કિંકર ભય ટળશે રે,

કહે છે ‘રસિક’ રાધા વરને વરશે...શ્રીમહારાણીજીના