પાઠ
મને ગમે રે શ્રીનાથજીના ધામમાં
મને ગમે રે શ્રીનાથજીના ધામમાં,
દર્શન મંગળાના થાય, વાલો મારો માખણ મિસરી ખાય,
વૈષ્ણવ દર્શન કરવા જાય...મને
દર્શન શણગારના થાય, સુંદીર શણગાર ધરાય,
શોભા વરણી ના જાય...મને
દર્શન ગ્વાલ બાલના થાય, વાલો મારો ગાયુ ચારવા જાય,
સાથે બલભદ્ર જાય...મને
દર્શન રાજભોગના થાય, સુંદીર સામગ્રી ધરાય,
વૈષ્ણવ પ્રસાદ લેવા જાય...મને
દર્શન ઉત્થાપનના થાય, રૂડા શંખનાદ સંભળાય,
વૈષ્ણવ દોડી દોડી જાય...મને
દર્શન ભોગ આરતીના થાય, વિધ વિધ મેવા ધરાય,
વૈષ્ણવ રાજી રાજી થાય...મને
દર્શન શયન આરતીના થાય, વાલો મારો ગિરિરાજમાં જાય,
વૈષ્ણવ ભાન ભૂલી જાય...મને
