Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

ભજન · Bhajans

ભક્તિ ભાવથી ગાઈએ · Sing with devotion

૧૩ ભજન
શ્રીજીનાં દર્શન
0%
ભજન

અતિ રે આનંદ ભર્યા આવો

અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે,

શ્યામ સુંદર વર શોભો છો સંગે...૧

મુખડુ જોયા વિના પાણીડાં ન પીઉં,

રસિક સુંદર વર જોઈ જોઈ જીવું...૨

રસિક સુંદર વર શી રઢ લાગી,

જનમો જનમની મારી ભાવટ ભાંગી...૩

સગપણ તો શામળીયાનું સાચુ,

બાકી સર્વે દીસે છે કાચું...૪

મુજને ન વારો મારી રે માડી,

દર્શન કરવાને જઈશ દાડી દાડી...૫

કહેશે રે તેને કહેવા રે દઈશું,

આપણે સર્વે સાંભળી લઈશું...૬

નંદના કુંવર તમે ન કરો વડાઈ,

મોટા થયા મારા માખણ ખાઈ...૭

નંદના કુંવર તમે બહુ રંગ રસિયા,

અમારે કારણ વાલો વ્રજમાં વસીયા...૮

અતિ રે આનંદભર્યા નંદ ઘેર જઈશું,

દર્શન કરીને સુખીયા રે થઈશું...૯

ઘણા રે દિવસના વાયદા રે વળીયા,

શ્રીવલ્લભ પ્રભુ શ્રીગોવર્ધન મળીયા...૧૦