Vaishnav tilak
Jay Shree Krushnaપુષ્ટિમાર્ગ - જય શ્રી કૃષ્ણ
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥

પુષ્ટિમાર્ગ નિત્ય નિયમ પાઠ

નિત્યનિયમ સ્તોત્ર પાઠ તેમજ કવચ ભાવાર્થ સાથે

૩૫ પાઠ · નિત્ય સ્મરણ
શ્રીજીનાં દર્શન
0%
પાઠ

બ્રહ્મસંબંધનો ભાવાર્થ

ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો

સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે

હૃદયમાં જે તાપ-ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને

તિરોધાન થયો છે એવો હું જીવ, ભગવાન કૃષ્ણ

[શ્રીગોપીજનવલ્લભ] ને દેહ, ઇન્દ્રિય, પ્રાણ,

અન્તઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન,

આ લોક અને પરલોક, આત્મા સહિત સમર્પણ કરું

છું. હું દાસ છું; ‘હે કૃષ્ણ ! હું તમારો છું.’

આ મંત્ર ગદ્યમાં હોવાથી તેને ગદ્યમંત્ર પણ કહે

છે. તેના છેલ્લા પાંચ અક્ષર શ્રી પંચાક્ષર મંત્ર કહેવાય

છે. આ મંત્ર દ્વારા જીવ પોતાનું બધું પ્રભુને નિવેદન

(સમર્પણ) કરે છે, તેથી સ્વમાર્ગમાં તેને નિવેદન

મંત્ર અથવા બ્રહ્મસંબંધ મંત્ર પણ કહેવામાં આવે છે.

(પાઠ બોલ્યા પછી અષ્ટાક્ષર મંત્રની માળા

અવશ્ય કરવી)